બનાસકાંઠા ના ચાર-ચાર મુમુક્ષુ રત્નો સુરત નગરે…પ્રવજ્યા અંગીકાર કરશે..!!

Spread the love

બનાસકાંઠા ના ચાર-ચાર મુમુક્ષુ રત્નો સુરત નગરે…પ્રવજ્યા અંગીકાર કરશે..!!

એક સાથે ચાર-ચાર મુમુક્ષ રત્નોની (વર્ષીદાન)શોભાયાત્રા તેમજ દિક્ષા પ્રસંગ સુરત (અમરોલી)નગરે યોજાશે !!

રજોહરણ ગ્રહણ એટલે અનંત કાલ ના અંધારા ને દૂર કરવા નો એક સુવર્ણ અવસર..!!

સંપત્તિ સુખની લાખ છે પણ …સ્વેચ્છાએ તેને ત્યાગે …સંગાથ સ્વજન નો છોડી ને સંયમ ની ભિક્ષા માંગે..

સુરત અમરોલી નગરે પ.પૂ.આ.ભ.શ્રી વિજય સોમસુંદરસૂરીશ્વરજી મ.સા.તેમજ પૂજ્ય પન્યાસપ્રવર શ્રી કુલચંદ્રવિજયજી મ.સા.આદિ ઠાણાની પાવન નીશ્રામાં પંચદિવસીય મહોત્સવ સમેત ભવ્ય પ્રવજ્યા પ્રસંગ તેમજ સૂરીપદ પ્રદાન મહોત્સવ યોજાનાર છે,ઉપરોક્ત મહોત્સવ અનુસંધાને આગામી વૈશાખ વદ-૭,તા ૭/૫/૨૦૧૮ સોમવાર ના રોજ બનાસકાંઠાના ચાર મુમુક્ષુ રત્નો ભાગ્ય બાબુલાલ મોરખીયા (વાતમ), સંયમકુમાર અશોકભાઈ શેઠ(મોટી પાવડ),તથા પ્રિયંકાકુમારી અશોકભાઈ શેઠ (મોટી પાવડ),તેમજ લબ્ધિકુમારી દિનેશભાઈ મોરખીયા(વાતમ), કુલ ચાર મુમુક્ષ રત્નો એક સાથે અસાર એવા સંસાર ને એક જાટકે ઠોકર મારી કાયમ માટે આ સંસાર ને અલવિદા કહી પ્રભુ વીર ના પંથે પ્રયાણ કરવા સંયમ દીક્ષા અંગીકાર કરશે,

Image may contain: 4 people, people smiling, people standing

મુમુક્ષ રત્નોની વર્ષીદાન યાત્રા વૈશાખ વદ-૬ રવિવાર ના રોજ કતારગામ દરવાજા થી શુભ પ્રયાણ કરી અમરોલી ધામે પરમ પ્રસાદ નગરી મા ઉતરશે,ઉપરોક્ત પ્રસંગે વિશાળ સાધુ સાધ્વી ભગવંતો તેમજ આચાર્ય ભગવંતો પણ નિશ્રા પ્રદાન કરશે,
સોનામા સુગંધ:
ઉપરોક્ત પ્રસંગે મંગલ મુહૂર્તે શુભ ક્ષણે પ.પૂ. પન્યાસપ્રવર શ્રી કુલચન્દ્રવિજયજી મ.સા.ને પરમ પ્રસાદનો પ્રક્ષાલ સૂરિપદ પ્રદાન (આચાર્ય પદવી)મહોત્સવ પણ વૈશાખ વદ-૭,તા ૭/૫/૨૦૧૮ સોમવાર ના રોજ યોજાશે..!!

તસ્વીર અહેવાલ:નવિન દોશી મીઠી-પાલડી,બનાસકાંઠા

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *